-
અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ
-
ગટટુ ચોકડી નજીકનો બનાવ
-
રોડ પર ઢોળાયું ઓઇલ
-
માર્ગ ચીકણો બનતા અકસ્માતો
-
અનેક વાહનો થયા સ્લીપ
અંકલેશ્વર: GIDCમાં ગટટૂ ચોકડી નજીક ઓઇલ ઢોળાતા માર્ગ થયો ચીકણો, અનેક વાહનો થયા સ્લીપ
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ગટટુ ચોકડી નજીક માર્ગ પર ઓઇલ ઢોળાતા અકસ્માતોની હારમાળા સર્જાઇ હતી અનેક વાહન ચાલકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી ભરૂચ | સમાચાર
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ગટટુ ચોકડી નજીક માર્ગ પર ઓઇલ ઢોળાતા અકસ્માતોની હારમાળા સર્જાઇ હતી અનેક વાહન ચાલકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી
અંકલેશ્વરના જીઆઈડીસીમાં આવેલી ગટ્ટુ ચોકડી નજીક માર્ગ પર અજાણ્યા વાહનમાંથી ઓઇલ ઢોળાતા રોડ ચીકણો બની જતા અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. માર્ગ પર ફેલાયેલા ઓઇલના કારણે પસાર થતા અનેક વાહનો સ્લીપ થઈ ગયા હતા. ખાસ કરીને મોપેડ પર જતી એક મહિલાને ઇજા પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત મહિલાને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા ડીપીએમસીના ફાયર ટેન્ડર તાત્કાલિક સ્થળ પર પહોંચી માર્ગ પર છંટાયેલું ઓઇલ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર ટીમે રેતી અને પાણીનો ઉપયોગ કરી માર્ગને સુરક્ષિત બનાવ્યો હતો.આ બનાવને કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો. સ્થાનિકોએ ઔદ્યોગિક વિસ્તારોમાં સલામતીના પૂરતા પગલાં લેવામાં આવે તેમજ તેલ-રાસાયણિક પદાર્થ વહન કરતા વાહનચાલકો વધુ સાવચેત રહે તેવી માંગ ઉઠાવી છે.
