/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/30162413/maxresdefault-256.jpg)
અંકલેશ્વર નગરપાલિકાના કોંગ્રેસના સભ્યએ કોરોનાના દર્દીઓને લઇને વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કોરોનાના દર્દીઓને જે તે વોર્ડના સભ્યોના ઘરે લઇ જવા જણાવતાં વિવાદ ઉભો થયો છે.
અંકલેશ્વર નગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચના કરવા માટે સામાન્યસભા બોલાવવામાં આવી હતી. પાલિકા પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં મળેલી સામાન્યસભામાં દરેક વોર્ડના સભ્યો અને અધિકારીઓ હાજર રહયાં હતાં. સામાન્ય સભા દરમિયાન કોંગ્રેસના સભ્ય રફીક ઝઘડીયાવાળાએ કોરોનાની મહામારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કોરોનાના દર્દીઓને બેડ અને ઓકિસજન મળતાં નહિ હોવાની ફરિયાદ કરી હતી. તેમણે આ મહામારીના સમયમાં દરેક જન પ્રતિનિધિઓને પોતાની જવાબદારી સ્વીકારવા અનુરોધ કર્યો હતો. તેમણે કોરોનાના દર્દીઓને જે તે વોર્ડના સભ્યના ઘરની બહાર લઇ જવાનું જણાવતાં વિવાદ સર્જાયો છે. આવો સાંભળીએ રફીક ઝઘડીયાવાલાનું નિવેદન.