New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-47.jpg)
અંકલેશ્વરના પાલોલી સ્થીત એસ.બી.આઇ.બેંકનું એ.ટી.એમ કોઇ ઇસમો દ્વારા તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરાયાની ઘટના બનતા પોલીસે સી.સી.ટી.વીના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર અંકલેશ્વરના પાનોલી ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એ.ટી.એમ મશીન તોડવાનો ગત મોડી રાતે કોઇ અજાણ્યા તસ્કરો દ્વારા નિષફ્ળ પ્રયાસ કરાયો હતો. આ ઘટનામાં એ.ટી.એમ તેમજ તેની આસપાસના સી.સીટી.વી થી બચવા માતે આ ઇસમો દ્વારા કેમેરા ઉપર કાદવ લગાવી દેવામાં આવ્યો હતો. જોગાનુંજોગ તેમનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે તમામ સી.સી.ટી.વી ફૂટેજ મેળવી આ એ.ટી.એમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર ટોળકીની ભાળ મેળવવા વધુ તપાસ હાથધરી હતી.
Latest Stories