પેરોલ ફર્લો સ્ક્વોડની સફળતા, અંકલેશ્વર પોલીસનો વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયો
અંકલેશ્વરમાં એક વર્ષ પૂર્વે નેશનલ હાઇવે પર થી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા લાખો રૂપિયાના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જે અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી. ભરૂચ | સમાચાર
જે ગુનામાં રાજસ્થાનના મહેન્દ્રસિંહ ડુંગરસિંહ રાવત છેલ્લા એક વર્ષથી પોલીસ ચોપડે ફરાર હતો. દરમિયાન જિલ્લા પેરોલ ફર્લો ટીમે જિલ્લામાં ફરાર લિસ્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી. રાજસ્થાનના કોટ ગામ ખાતે – રહેતા મહેન્દ્રસિંહ રાવત ગામમાં —હોવાની ચોક્કસ બાતમી મળી હતી. સ્થાનિક પોલીસ સાથે રાખી ગામમાં દરોડો પાડી તેને ઝડપી લેવાયો હતો. આરોપી એક વર્ષથી પોલીસને ચકમો આપી રહયો હતો.આરોપીને અંક્લેશ્વર ખાતે લાવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક વર્ષ પહેલા નેશનલ હાઇવે પરથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો. દારૂનો જથ્થો આપનારો એક વર્ષથી પોલીસથી ભાગતો ફરતો હતો અને આખરે તેને તેના ગામમાંથી જ ઝડપી લેવાયો છે.
