અંકલેશ્વરના દઢાલ ગામનો બનાવ
હરિકૃષ્ણ રેસીડનસીમાં પરિણીતાએ કર્યો આપઘાત
ગળે ફાંસો લગાવી જીવન લીલા સંકેલી
પોલીસે 5 સસરિયાઓની કરી ધરપકડ
આત્મહત્યા માટે દુષપ્રેરણા અને દહેજ માંગવાનો આરોપ
અંકલેશ્વરના દઢાલ ગામની હરિકૃષ્ણ રેસીડેન્સીમાં પરણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપી દહેજની માંગ કરી આપઘાત માટે મજબૂર કરનાર 5 સાસરિયાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર યુપીના દેવરિયા જિલ્લાના બભની ગામમાં રહેતા વેદપ્રકાશ લાલ બહાદુર પાસવાનની પુત્રી ઉજાલાબેન પાસવાનના લગ્ન 7મી મે 2026ના રોજ અંકલેશ્વરના દઢાલ ગામની હરિકૃષ્ણ રેસીડેન્સીમાં રહેતા અજિતકુમાર અવધેશકુમાર પાસવાન સાથે થયા હતાં.લગ્ન પહેલા સાસુ માયાદેવી પાસવાન અને તેઓના પરિવારે દહેજ પેટે ઘરવખરીનો સામાન માંગતા વેદપ્રકાશ પાસવાને
બધું સામાન લઈ આપ્યું હતું.જે બાદ પણ પતિ,સાસુ,સસરા અને જેઠ,જેઠાણીએ પરણીતાને સોના ઘરેણાં પરત આપવા અને મકાનના પાંચ લાખના હપ્તા ભરવા માટે માંગતા હતા અને સુવા માટે રૂમ નહીં આપી દહેજ માટે ઝઘડો કરવા સાથે મહેણાં ટોણા મારી શારિરીક અને માનસિક ત્રાસ આપી આપઘાત માટે મજબૂર કરતા હતા.
ગત તારીખ-11મી જુલાઈના રોજ પરણીતાએ પંખા સાથે સાડી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ અંગે પરણીતાના પિતાએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે સાસરિયા વિરુદ્ધ દુષ્પ્રેરણા અને દહેજની માગણી અંગેનો ગુનો નોંધવતા પોલીસે પતિ,સાસુ,સસરા અને જેઠ- જેઠાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
