અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગડખોલ ગામની ચંડાલ ચોકડી પાસેથી ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કરતાં દુકાનદારને ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગડખોલ ગામની ચંડાલ ચોકડીની બાજુમાં આવેલ મહેન્દ્ર નગરમાં એક દુકાનમા વેપારી ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરમાંથી ગેસ રીફિલિંગ કરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ગેસ રીફિલિંગ કરતાં વેપારીને ત્રણ નંગ સિલિન્ડર અને વજન કાંટો તેમજ રીફિલિંગ પાઇપ મળી કુલ 7 હજારથી વધુના મુદ્દામલ સાથે મહેન્દ્ર નગરમાં રહેતો ઉદયકુમાર કુલદીપ મંડલને ઝડપી પાડ્યો હતો.