અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન ટીમ દ્વારા બોલેરા પીકઅપમાં ભરેલા શંકાસ્પદ કોપરના કેબલો સાથે બે ઇસમોની કરી અટકાયત કરી હતી. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી,તે દરમિયાન માહિતી મળી હતી કે એક બોલેરો ટેમ્પોમાં શંકાસ્પદ કોપર વાયરો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.જે માહિતીને આધારે  એશિયન પેઇન્ટ્સ ચોકડી પર પોલીસે વોચ ગોઠવી હતી.અને શંકાસ્પદ બોલેરો પીકઅપ આવતા પોલીસે તેને રોકી તલાશી લેતા અંદરથી કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટેમ્પોમાં સવાર દિપક ઈશ્વરજી ઠાકોર,વિશાલ રમેશભાઈ પટણી પાસે કોપરના જથ્થાનું બિલ સહિતના પુરાવા માંગતા તેઓએ પોલીસને યોગ્ય પ્રત્યુત્તર આપી શક્ય નહોતા. તેથી પોલીસે ચોરીના 2520 કિલો કોપર વાયર કપટથી મેળવ્યા હોવાની શંકાને આધારે બંને ઈસમોની કલમ 106 મુજબ  બી.એન.એસ.એસ કલમ  35 (1) ઇ મુજબ ધડપકડ કરી 15 લાખ ઉપરાંતનો ભંગાર તેમજ બોલેરો પીકઅપ કિંમત રૂપિયા બે લાખ મળી કુલ 17 લાખ 14 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી.