-
અંકલેશ્વર શહેરમાં બન્યો હતો બનાવ
-
જ્યોતિ ટોકિઝ નજીક ચેઇન સ્નેચિંગનો બનાવ
-
મહિલાને બનાવાય હતી નિશાન
-
પોલીસે આરોપીઓની કરી ધરપકડ
-
ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યા
અંકલેશ્વર: ધોળે દિવસે ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઇ રહેલ આરોપીઓને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા !
અંકલેશ્વરમાં મહિલાના ગળામાં રહેલ સોનાની ચેન સાથેનું પેન્ડલ આંચકી ફરાર થયેલ લબરમુછીયા સહિત બે ચેઇન સ્નેચરોને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વરના જ્યોતિ ટોકીઝ પાસે બસની રાહ જોઈને ઉભેલ મહિલાના ગળામાં રહેલ સોનાની ચેન સાથેનું પેન્ડલ આંચકી ફરાર થયેલ લબરમુછીયા સહિત બે ચેઇન સ્નેચરોને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના હાંસોટ તાલુકાના અણીયાદ્રા ગામની નવી નગરીમાં રહેતા રમીલાબહેન પટેલ ગતરોજ ખરીદી કરવા માટે અંકલેશ્વર ખાતે આવ્યા હતા.જેઓ ખરીદી કરી જ્યોતિ ટોકીઝ પાસે બસની રાહ જોઇને બેઠા હતા તે સમયે પાછળથી આવેલ અજાણ્યા ઇસમે મહિલાએ ગળામાં પહેરેલ પેન્ડલ સાથેની રૂ.1.26 લાખ સોનાની ચેઇન તોડી ફરાર થઇ રહ્યો હતો.તે સમયે મહિલાએ બુમરાણ મચાવતા અન્ય લોકો દોડી આવ્યા હતા તે દરમિયાન બે પૈકી એક ઇસમે ટોળાને ચપ્પુ બતાવી બાઈક લઈ હાંસોટ તરફ ભાગવા જતા મહિલાએ અન્ય બાઈક સવાર સાથે ચેઇન સ્નેચરોનો પીછો કર્યો હતો પણ તેઓ ચકમો આપી ભાગી ગયા હતા.તે સમયે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી લબરમુછીયા સહિત બે ચેઇન સ્નેચરોને ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપી અને મૂળ ઉત્તરપ્રદેશ ખાતે રહેતા અભિષેક પટેલ સાથે અન્ય એક સગીરની ધરપકડ કરી છે. આરોપીઓ ચોરીની બાઈક લઈને ચેઇન સ્નેચિંગ કરવા જતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અગાઉ આરોપીઓએ કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
