• મિડલ ઇસ્ટ યુદ્ધની અસર

  • પોલીમરના દાણાના ભાવ વધ્યા

  • 80 ટકાનો તોતિંગ ભાવ વધારો

  • નાના ઉદ્યોગોને મોટો ફટકો

  • પ્લાસ્ટિકની પ્રોડક્ટ મોંઘી

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલ યુદ્ધની સીધી અસર હવે ભરૂચ જિલ્લાના MSME ઉદ્યોગો પર જોવા મળી રહી છે. પેટ્રોકેમિકલની અછત સર્જાતા પોલીમરના કાચા માલમાં ભારે ભાવ વધારો નોંધાયો છે. યુદ્ધ પહેલા જે પોલીમરના દાણા આશરે 98 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા, તે હવે વધીને 168 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. એટલે કે લગભગ 80 ટકાનો ભાવ વધારો નોંધાયો છે, જેનાથી નાના અને મધ્યમ ઉદ્યોગકારો પર આર્થિક ભારણ વધ્યું છે.પોલીમરના ભાવ વધતા ઉત્પાદન ખર્ચમાં ભારે વધારો થયો છે. જેના કારણે પ્લાસ્ટિકના ઉત્પાદનો અને જંતુનાશક દવાઓના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
આ પરિસ્થિતિમાં MSME સેક્ટરના ઉદ્યોગો માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે.ઉદ્યોગકારોનું કહેવું છે કે જો આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો ઘણા નાના ઉદ્યોગો બંધ થવાની કગાર પર આવી શકે છે. સરકાર તરફથી રાહત પેકેજ અથવા કાચા માલના ભાવ નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં લેવાય તેવી ઉદ્યોગકારો માંગ કરી રહ્યા છે.