રાજપુત સમાજના શૈક્ષણિક સંકુલ "ગિરાસ"ખાતે રાજપૂત સમાજની મહિલાઓ માટે શરદ પુર્ણિમાની ઉજવણીના ભાગ રૂપે રાસ ગરબાનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ
ભરૂચ | ગુજરાત | સમાચાર |
October 19, 2024 · 1 min read
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
ચંડી પડવા નિમિત્તે રાસ ગરબા યોજાયા
રાજપૂત સમાજ દ્વારા આયોજન કરાયું
ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા
સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા
અંકલેશ્વરના ગાર્ડન સીટી રોડ પર આવેલ જીઆઈડીસીમાં વસવાટ કરતા રાજપૂત સમાજના શૈક્ષણિક સંકુલ “ગિરાસ”ખાતે શરદ પુર્ણિમાની ઉજવણીના ભાગ રૂપે રાસ ગરબાનું આયોજન કરાયુ હતુ.
અંકલેશ્વરના ગાર્ડન સીટી રોડ પર નિર્માણ પામી રહેલા જીઆઈડીસી રાજપુત સમાજના શૈક્ષણિક સંકુલ “ગિરાસ”ખાતે રાજપૂત સમાજની મહિલાઓ માટે શરદ પુર્ણિમાની ઉજવણીના ભાગ રૂપે રાસ ગરબાનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.
રાજપુત સમાજની મહિલાઓ એકત્રિત થાય તે માટે રાજપૂત સમાજ મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ચંડી પડવા નિમિત્તે યોજાયેલા ગરબાના આયોજનમાં ૩૦૦થી વધુ મહિલાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.આ આયોજનમાં જીઆઈડીસી રાજપુત સમાજના પ્રમુખ વિજયસિંહ ખરચીયા, મંત્રી સેજલસિંહ વાંસીયા, મહિલા ઉત્કર્ષ સમિતીની ક્ષત્રિય મહિલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.