અંકલેશ્વર: રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બહેનોને બ્યુટીપાર્લરની કીટનું કરાયુ વિતરણ
અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેકકન ફાઇન કેમિકલ કંપનીના સહયોગથી બ્યુટી પાર્લર તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે અંદાડા,સજોદ ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેકકન ફાઇન કેમિકલ કંપનીના સહયોગથી બ્યુટી પાર્લર તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે. તે પૈકી અંદાડા,સજોદ નવા કાંસીયા મોતાલી અને અંકલેશ્વરના બ્યુટીપાર્લર વર્ગના તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ તથા જરૂરિયાતમંદ બહેનોને બ્યુટી પાર્લર કીટના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર હરેશ શાહ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરિયાતમંદ બહેનોને બ્યુટી પાર્લરની કીટનું વિતરણ કર્યું હતું. મહિલાઓ પગભર બને તે હેતુસર રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે અને અવારનવાર બહેનોને મદદરૂપ થાય છે ત્યારે દિવાળી પૂર્વે બહેનોને બ્યુટી પાર્લરની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે ટ્રસ્ટના સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા
