-
અંકલેશ્વર નગરપાલિકાનો બનાવ
-
સુરતી ભાગોળના રહીશોનું પ્રદર્શન
-
કચેરીમાં દૂષિત પાણી ઢોળ્યુ
-
ગટરની સમસ્યાના કારણે સ્થાનિકો ત્રસ્ત
-
પ્રશ્નના નિરાકરણની માંગ
અંકલેશ્વર: સુરતી ભાગોળના રહીશોએ દૂષિત પાણી નગરપાલિકા કચેરીમાં ઢોળી વિરોધ નોંધાવ્યો, ગટરની સમસ્યાના પગલે હાલાકી
અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ નગર સેવા સદનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.સ્થાનિકોએ દૂષિત પાણી કચેરીમાં રેડી વિરોધ નોંધાવતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ | સમાચાર
અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ નગર સેવા સદનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.સ્થાનિકોએ દૂષિત પાણી કચેરીમાં રેડી વિરોધ નોંધાવતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર નગરપાલિકાના ખાડે ગયેલાં વહીવટ તથા નગરસેવકોની નિષ્ક્રિયતાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે.સુરતી ભાગોળ વિસ્તારમાં ગટરની સમસ્યાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વારંવાર ની રજૂઆત છતાં પરિણામ શૂન્ય રહેતા રોષે ભરાયેલા રહીશોએ પાલિકા કચેરી ખાતે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો અને દૂષિત પાણી ભરેલા ડબ્બાઓ કચેરીમાં ઠાલવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરો એ સ્થાનિકોનું જીવવું હરામ કરી દીધું છે.આમ આદમી પાર્ટીના પ્રમુખ વિનય વસાવા સાથે મોટી સંખ્યામાં રહીશો પાલિકા કચેરીએ ધસી આવ્યા હતા અને દૂષિત પાણી ભરેલા ડબ્બાઓ કચેરીમાં ઠાલવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.રજૂઆત દરમિયાન રહીશોએ ડ્રેનેજ વિભાગના ઈજનેરને રૂબરૂ મળી ઉગ્ર સવાલો કર્યા હતા.સ્થાનિકોએ તંત્રને ચીમકી આપી હતી કે જો આગામી દિવસોમાં ગટર લાઈન નું કાયમી નિરાકરણ નહીં આવે તો આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે. કચેરી પરિસરમાં દૂષિત પાણી ઠાલવવાની ઘટનાએ સમગ્ર પાલિકા તંત્રમાં દોડધામ મચાવી દીધી હતી.
