અંકલેશ્વર : સફાઇ કર્મચારીઓને કરાવવામાં આવ્યું ભોજન, ભાજપ તરફથી યોજાયો કાર્યક્રમ

New Update
અંકલેશ્વર : સફાઇ કર્મચારીઓને કરાવવામાં આવ્યું ભોજન, ભાજપ તરફથી યોજાયો કાર્યક્રમ

કેન્દ્રમાં એનડીએ સરકારને સાત વર્ષ પુર્ણ થતાં સંગઠન સપ્તાહની ઉજવણી કરાય રહી છે જેના ભાગરૂપે અંકલેશ્વરમાં સફાઇ કર્મચારીઓ માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ સરકારના સાત વર્ષ પૂર્ણ કરીને આઠમાં વર્ષમાં મંગળ પ્રવેશને સેવા સંગઠન સપ્તાહ જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે વિવિધ પ્રજાલક્ષી સેવાકીય કાર્યો કરાઇ રહયાં છે. ભરૂચ જિલ્લા ભાજપ અને અંકલેશ્વર નોટીફાઇડ એરિયા ભાજપ તરફથી લાયન્સ સ્કુલ તથા બીએપીએસ સ્કુલમાં સફાઇ કર્મચારીઓ માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, નોટીફાઇડ એરીયા ભાજપ પ્રમુખ જશુભાઇ ચૌધરી સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયમાં છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતથી ચાલી રહેલી કોરોનાની મહામારી દરમિયાન શહેરને સ્વચ્છ રાખી રોગચાળો ફેલાતો રોકવામાં સફાઇકર્મચારીઓની મહત્વની ભુમિકા રહી છે. ભાજપે તેમનું સન્માન કરતાં સફાઇ કર્મચારીઓના ઉત્સાહમાં વધારો થયો છે.

Latest Stories