New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/Untitled-1-copy-5-2.jpg)
અંકલેશ્વરમાંથી ગણેશ મંડળો દ્વારા નર્મદા નદીમાં કરવામાં આવે છે ગણેશ વિસર્જન
અંકલેશ્વરના પ્રાંત અધિકારી દ્વારા નર્મદા કિનારે ગણેશ વિસર્જન માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. શ્રીજીની આરાધના પર્વ ગણેશ મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ગણેશ વિસર્જનની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
અંકલેશ્વરનાં ગણેશ મંડળો દ્વારા નર્મદા નદીના કિનારે ગણેશ વિસર્જન કરવામાં આવે છે. ત્યારે પ્રાંત અધિકારી રમેશ ભાગોરા, મામલતદાર સહિત ની ટીમે શહેર પોલીસ મથકના પીઆઇ જે. જી અમીન સાથે નર્મદા નદી કિનારે આવેલા સરફૂદ્દીન અને બોરભાઠા સહિતના નર્મદા કાંઠાના ગામોમાં વિસર્જન માટેની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.
Latest Stories