શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમ દ્વારા તારીખ 2 એપ્રિલ 2022ને શનિવારના રોજ જીઆઇડીસી સમસ્ત બ્રહ્મ સમાજના નવા હોદ્દેદારોની વરણી અને નિમણૂંક પત્રો એનાયત કરવાનો એક કાર્યક્રમ જે.સી.આઈ. હોલ અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાતના પ્રમુખ લલિત શર્મા, ઉપપ્રમુખ પ્રવીણ તેરૈયા, મહામંત્રી ધનંજય ભટ્ટ, બીપીન ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તેઓએ પોતાના વક્તવ્યમાં બ્રહ્મ સમાજને સંગઠિત કરી સમાજ અને દેશના વિકાસ માટે ભૂદેવનું હંમેશાં યોગદાન રહ્યું છે અને આગામી વર્ષોમાં પણ આવું યોગદાન આપતા રહે તેવી હાકલ કરી હતી. આ પ્રસંગે અંકલેશ્વર જીઆઇડીસી એકમના નવનિયુક્ત પ્રમુખ ચંદુભાઈ જોશી, મહામંત્રી ભાસ્કર આચાર્ય સહિત નવા વરાયેલા તમામ હોદેદારોને મહાનુભાવોના હસ્તે નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા