NALSA અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશથી ભરૂચ DLSA દ્વારા હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાં મેગા કાનૂની અભિયાન અંતર્ગત નશામુક્તિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો અને આસપાસના ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણકાલિન સચિવ પી.પી. મોકાશીની ઉપસ્થિતિમાં હાંસોટ તાલુકાના ઇલાવ ગામની કુમાર અને કન્યા પ્રાથમિક શાળા ખાતે નાલસાની વિવિધ જન યોજનાઓ અને બંધારણીય અધિકારો અંગે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજરોજ નશામુક્તિ અંગે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નશામુક્ત સમાજ, ખુશાલ પરિવાર અંગે ગ્રામજનોને જાગૃત કરી નશમુક્તિ કાર્યક્રમ યોજાયો હતો.ઉપસ્થિતોએ ગ્રામજનો અને વિદ્યાર્થીઓને નશાના કારણે થતા શારીરિક, આર્થિક અને સામાજિક ગેરફાયદાઓની માહિતી આપી નશાથી દૂર રહેવાની અપીલ કરી હતી.
નાલસા દ્વારા મેગા કાનૂની અભિયાન હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં શિબિરો યોજી લોક અદાલત, કાનૂની સલાહ અને બંધારણીય અધિકારો અંગે જાગૃતિ ફેલાવવામા આવી રહી છે.કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી પી.પી. મોકાશી, તાલુકા હેલ્થ ઓફિસર સંજય દુબે, પ્રયાસ ફાઉન્ડેશનના આશિષ બારોટ, ઇલાવના સરપંચ નિશા રાઠોડ, તલાટી નિલેશ પરમાર અને શાળાના આચાર્ય દિપક સોલંકી તેમજ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
