સાબરકાંઠાના ઈડર તાલુકાના કુકડીયા ગામમાં ગણેશોત્સવને લઈને એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સખી મંડળની મહિલાઓ પોતાની કળા અને કૌશલ્યથી પર્યાવરણની રક્ષા સાથે આત્મનિર્ભરતાનો સંદેશ આપી રહી છે.

સાબરકાંઠાના ઈડર તાલુકાના કુકડીયા ગામમાં ગણેશોત્સવને લઈને એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સખી મંડળની મહિલાઓ પોતાની કળા અને કૌશલ્યથી પર્યાવરણની રક્ષા સાથે આત્મનિર્ભરતાનો સંદેશ આપી રહી છે.ઈડર તાલુકા પંચાયતની ગ્રામ વિકાસ શાખા દ્વારા મળેલી વિશેષ તાલીમ બાદ, આ મહિલાઓ ઘરકામની સાથે સમય ફાળવીને માટીમાંથી 1 થી 5 ફૂટ સુધીની આકર્ષક ગણેશમૂર્તિઓ બનાવી રહી છે. ખાસ વાત એ છે કે, આ મૂર્તિઓમાં કોઈ જ કેમિકલવાળા રંગો વાપરવામાં આવતા નથી, જેથી વિસર્જન બાદ જળાશયોમાં પ્રદૂષણ અટકી શકે.

ગણેશોત્સવના 3 મહિના અગાઉથી શરૂ થતી આ પ્રવૃત્તિથી મહિલાઓને ઘરઆંગણે જ આર્થિક રોજગારી મળી રહે છે. કુકડીયા ગામની મહિલાઓએ સાબિત કરી બતાવ્યું છે કે, શ્રદ્ધા, સ્વદેશી અને પર્યાવરણનું જતન એકસાથે શક્ય છે.