અંકલેશ્વરમાં વરસ્યો હતો ભારે વરસાદ
ઠેર ઠેર માર્ગો પર ભરાયા હતા પાણી
એસ.ટી.વિભાગ દ્વારા વિવિધ રૂટ કરાયા હતા બંધ
બંધ કરાયેલા રૂટ ફરી શરૂ કરવામાં આવ્યા
અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા હાલમાં વરસેલા ભારે વરસાદના પગલે સલામતીના ભાગરૂપે કેટલાક રૂટો પર એસટી બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી. માર્ગો ખુલ્લા થતા તેમજ ડાયવર્ઝનનું સમારકામ થતા તબક્કાવાર બસ સેવાનું સંચાલન પુનઃ શરુ કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લા સહીત દક્ષિણ ગુજરાતમાં હાલમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે ગુજરાત એસટી વિભાગ દ્વારા સલામતીના ભાગરૂપે બસ સંચાલન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો .જે અનુસંધાને અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા સલામતીના ભાગરૂપે અંકલેશ્વરથી સુરત, નવસારી ,વાપી સેલવાસ આહવા રૂટ બંધ કરવામાં આવ્યો હતો તેમજ અંકલેશ્વર ડેડીયાપાડા ,સેલંબા, શાહદા રૂટ જે મોવી ગામ પાસે ડાયરવઝનનું ધોવાણ થતા બંધ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર હાંસોટ ઓલપાડ અડાજણ રૂટ પર વડોલી પાસે નદીના પાણી ફરી વળતા બસ સેવા બંધ કરવામાં આવી હતી.જયારે અંકલેશ્વર હાંસોટ કંટીયાજાળ રૂટ પર દંતરાઈ ગામ પાસે વનખાડી પર બનાવેલ ડાયવર્ઝનનું ધોવાણ બસ બંધ કરવામાં આવી હતી. હાલ વરસાદે વિરામ લેતા અને માર્ગો પરથી પાણી ઓસરી જતા માર્ગોનું સમારકામ અને ડાયવર્જનનું સમારકામ થતા અંકલેશ્વર ડેપોમાંથી રોજિંદા મુસાફરો ,વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને અગવડ ન પડે તે માટે તબક્કવાર આ રૂટો પર બસનું સંચાલન પુનઃ શરુ કરવામાં આવ્યું હોવાનું ડેપો મેનેજર જગદીશ ગાવિતે જણાવ્યું હતું
