અંકલેશ્વર : મોઢ ઘાંચી સમાજના પ્રમુખ તરીકે સુરેશભાઇ ગાંધીની વરણી

New Update
અંકલેશ્વર : મોઢ ઘાંચી સમાજના પ્રમુખ તરીકે સુરેશભાઇ ગાંધીની વરણી
Advertisment

અંકલેશ્વરના મોઢ ઘાંચી સમસ્ત પંચના નવા પ્રમુખ તરીકે સુરેશભાઇ ગાંધીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સુરેશભાઇ ગાંધી હાલ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહયાં છે અને તેઓ પહેલી એપ્રિલના રોજથી પ્રમુખ તરીકેનો પદભાર સંભાળશે.

Advertisment

શ્રી મોઢ ઘાંચી સમસ્ત પંચ અંકલેશ્વરના પ્રમુખ પદે સમાજના ટ્રસ્ટી સુરેશભાઈ ગાંધીની સર્વાનુમતે વરણી કરવામાં આવતાં તેમના પર અભિનંદનની વર્ષા થઇ રહી છે. મોઢ ઘાંચી સમાજની વાડી ખાતે ટ્રસ્ટીઓ તથા કારોબારી સભ્યોની બેઠક મળી હતી. જેમાં નવા પ્રમુખ તરીકે સુરેશચંદ્ર નટવરલાલ ગાંધીની વરણી કરવામાં આવી છે.

વર્તમાન પ્રમુખ નરેશભાઇ મોદીએ પ્રમુખ તરીકે સુરેશભાઇ ગાંધીના નામની દરખાસ્ત મુકી હતી. જેને સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. તેઓ ત્રણ વર્ષ સુધી પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે. પહેલી એપ્રિલ -2021ના રોજથી સુરેશભાઇ ગાંધી પ્રમુખ તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળશે. તેમણે સમાજને સંગઠિત બનાવી સમાજના સર્વાંગી વિકાસ પર ભાર મુકવામાં આવશે તેમ જણાવી તેમની વરણી બદલ પંચના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોનો આભાર માન્યો હતો.

Latest Stories