અંકલેશ્વર : સ્વચ્છતા અંગે વિવિધ માપદંડોનો અમલ કરાવતી નગરપાલિકા

New Update
અંકલેશ્વર : સ્વચ્છતા અંગે વિવિધ માપદંડોનો અમલ કરાવતી નગરપાલિકા

અંકલેશ્વર નગર પાલિકા હાલમાં સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનને પગલે સ્વચ્છતા અંગે વિવિધ માપદંડોનો અમલ કરાવી રહી છે તેમાં નગરજનો નો સહકાર મળે તે માટે અપીલ કરવામાં આવી રહી છે.

અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન માં ભાગ લઇ રહી છે. ત્યારે નગરપાલિકા દ્વારા વિવિધ પગલાંઓ ભરાય રહ્યા છે. જે અંતર્ગત જાહેર સ્થળો ઉપર કેટલીક મોટી ડસ્ટબીનો મુકવામાં આવી છે. તેને ખસેડી તે સ્થળ ને સ્વચ્છ અને સુઘડ બનાવવાની પહેલ હાથ ધરી છે.

જો કે નગરપાલિકાની આ પહેલ ત્યારેજ સાકાર બને જયારે સ્થાનિક નગરજનોનો સાથ સહકાર મળી રહે. અંકલેશ્વર નગર પાલિકાના સેનીટેશન વિભાગના ચેરમેન કલ્પેશ તેલવાલા અને કારોબારી અધ્યક્ષ ચેતન ગોળવાલા એ પ્રજાજોગ સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. પાલિકા દ્વારા જે સ્થળે થી મોટી ડસ્ટબીન હટાવી લઇ ત્યાં સફાઈ કામદારો સાથે ટેમ્પાઓ ગોઠવી કચરો સીધો જ ઉપાડી લેવાની વ્યવસ્થા ગોઠવી છે. છતાંય જે લોકો જાહેર સ્થળે કચરો નાખશે તેના વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવા સૂચના બોર્ડ પણ મુકવામાં આવ્યા છે.

Latest Stories