/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/19181041/maxresdefault-256.jpg)
અંકલેશ્વરના વોર્ડ નંબર -2માં આવેલાં તાડફળિયામાં જર્જરીત કાંસ અંગે વારંવાર રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં આખરે કાંસ ધરાશાયી થઇ હતી. કાંસ તુટી જતાં ત્રણ મકાનોને નુકશાન થતાં મકાન માલિકોએ પાલિકા પાસે વળતરની માંગણી કરી છે.
અંકલેશ્વરમાં આવેલા તાડફળિયા વિસ્તાર વોર્ડ નંબર 2 માં કાસ ધરાશાયી થતા ત્રણ જેટલા ઘરોને નુકસાન થવા પામ્યું છે. તાડફળિયા વિસ્તારમાં રહેતાં નફીસા બેનએ જણાવ્યું હતું કે હું ઘણા સમયથી આ વિસ્તારમાં મારા પરિવાર સાથે રહું છું અને મારુ ઘર કાંસની સાઇડ પર આવ્યું છે. નગરપાલિકામાં ચોમાસા પહેલા રજૂઆત કરી હતી કે કાંસની દીવાલો ની જર્જરિત હાલત થઈ ગઈ છે તમે વહેલી તકે તેની પર ધ્યાન આપવામાં આવે. નગર પાલિકાને રજૂઆત કરવા છતાં પણ ધ્યાને ન લેતા કાંસની દીવાલ પડતા અમારા ત્રણ જેટલા ઘરોના નુકસાન થયું છે હવે એ નુકસાન સરકાર આપે તેવી અમારી માંગ છે.