• અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • તળપદા કોળી પટેલ સમાજ દ્વારા આયોજન

  • પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો

  • 6 યુગલોએ માંડ્યા પ્રભુતામાં ડગ

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરમાં શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમુહ લગ્નોત્સવમાં 6 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરમાં શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ સમાજની વાડી ખાતે પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર 6 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, સમાજના પ્રમુખ પરસોત્તમ પટેલ તેમજ મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે દાતાઓ અને આયોજકો દ્વારા કન્યાદાનમાં વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી.સમાજના આગેવાનો, સાધુ સંતો, દાતાઓ અને પરિવારજનો દ્વારા નવ દંપત્તિઓને આશીર્વાદ પાઠવામાં આવ્યા હતા.