અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન નજીક એક થ્રિ-વ્હીલ ટેમ્પો લોખંડના એન્ગલમાં ફસાઈ જતા થોડો સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી.
મોટા વાહનોની અવરજવર રોકવા માટે માર્ગ પર લગાવવામાં આવેલ આ એન્ગલમાં અજાણતા ટેમ્પો ઘૂસી જતા આ ઘટના બની હતી.ટેમ્પો ફસાઈ જતા રસ્તા પર બંને તરફ વાહનોની લાઈન લાગી ગઈ હતી, જેને કારણે રાહદારીઓ અને અન્ય વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ટેમ્પોને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ ટ્રાફિક ફરી સામાન્ય બનાવવામાં આવ્યો હતો.
