-
આજે તારીખ 5મી જૂન
-
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
-
રેવા અરણ્ય ખાતે યોજાયો કાર્યક્રમ
-
વૃક્ષારોપાણ કરવામાં આવ્યું
-
પ્લાસ્ટિક મુક્તિના શપથ લેવડાવાયા
અંકલેશ્વર: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો
અંકલેશ્વરના રેવા અરણ્ય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વરના રેવા અરણ્ય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા
આજ રોજ ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણને બચાવવા તથા હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં અનેક પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો હતો અને જાતે વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી.કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટીક મુક્ત અભિયાનની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ, ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, અંકલેશ્વર રેન્જના વન અધિકારી ડી.વી. ડામોર તેમજ કાઉન્સિલના અન્ય અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવી અને ભવિષ્યની પેઢી માટે એક સ્વચ્છ અને હરિત પૃથ્વી બનાવવાનો સંદેશ આપવાનો રહ્યો.
