રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું એકતાનગરમાં આગમન

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું આજે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગમન થયું હતું. એકતાનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પ્રોટોકોલ મંત્રી પ્રફુલ પાનશેરિયા, ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિતના મહાનુભાવો અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 22 સપ્ટેમ્બર, 2026ના રોજ એકતાનગર ખાતે યોજાનારા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે વિવિધ કેટેગરીમાં વિજેતા બનેલા ફિલ્મકારો અને કલાકારોને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

એકતાનગર ખાતે પ્રથમવાર યોજાનારા આ રાષ્ટ્રીય કક્ષાના સમારોહને લઈને ફિલ્મ જગત સહિત દેશના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોનું આગમન થઈ રહ્યું છે.