• સરકારનું ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન

  • ગડખોલ ગામ ખાતે અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • અરજદારોને યોજનાઓનો લાભ એક જ સ્થળેથી અપાયો

  • આધારકાર્ડ અને રાશનકાર્ડ સહિતની યોજનાનો સમાવેશ

  • મામલતદારસરપંચ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરજદારોને સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવ્યો હતો.

ભારત સરકારે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સ્થિત સિદ્ધેશ્વરી માતા મંદિરના પટાંગણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અરજદારોને સરકારી કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે તે માટે સરકાર દ્વારા સમગ્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું છેત્યારે આ કાર્યક્રમ અંતર્ગત 10થી વધુ ગામના લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં આધારકાર્ડરાશનકાર્ડઆયુષ્યમાન ભારત કાર્ડજાતિનો દાખલોકિસાન ક્રેડિટ કાર્ડપી.એમ કિસાન યોજના અને જનધન એકાઉન્ટ જેવી વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવ્યો હતો. વધુમાં નવા અરજદારોની અરજીઓ પણ સ્વીકારવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતગડખોલ ગામના સરપંચ તેમજ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.