અંકલેશ્વરના ભાદી ગામનો બનાવ
તળાવમાંથી મગર પાંજરે પુરાયો
વન વિભાગે ગોઠવ્યું હતું પાંજરું
5 ફૂટ લાંબો મગર પાંજરે પુરાયો
ગ્રામજનોએ લીધો હાશકારો
અંકલેશ્વર તાલુકાના ભાદી ગામે તળાવમાંથી 5 ફૂટ લાંબો મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.વન વિભાગે મગરનો કબજો મેળવી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે.
અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં તળાવમાં મગર દેખાતા છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગરના કારણે ગામલોકો તળાવની આસપાસ જતાં પણ ગભરાતા હતા.
ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા તાત્કાલિક તળાવ પાસે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. સતત સાત દિવસ સુધી વન વિભાગે નજર રાખી કામગીરી હાથ ધરી હતી. આખરે સાતમા દિવસે અંદાજે પાંચ ફૂટ લાંબો મગર પાંજરે પુરાતા સમગ્ર ગામમાં રાહતની લાગણી જોવા મળી હતી.
વન વિભાગે મગરનો કબ્જો મેળવી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. મગરને સુરક્ષિત કુદરતી નિવાસસ્થાને છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વન વિભાગે ગ્રામજનોને જળાશયોની આસપાસ સાવચેતી રાખવા અને જંગલી પ્રાણી દેખાય તો તાત્કાલિક વિભાગને જાણ કરવાની અપીલ પણ કરી છે.
