અંકલેશ્વર : જે.એન.પીટીટ લાયબ્રેરી દ્વારા આયોજીત ચિત્ર સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરાયાં

New Update
અંકલેશ્વર : જે.એન.પીટીટ લાયબ્રેરી દ્વારા આયોજીત ચિત્ર સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરાયાં

અંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી તથા અખિલ હિંદ મહિલા પરિષદના સંયુકત ઉપક્રમે જળ સંરક્ષણ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓનલાઇન રીતે યોજાયેલી સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં સ્પર્ધકોએ મોકલેલા ચિત્રોને સ્વીકારી અંતે વિજેતાઓની જાહેરાત કરાય છે.

publive-image

સાહિત્ય રસિકો અને વાંચનપ્રેમીઓમાં અંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી અનોખું સ્થાન ધરાવે છે. લાયબ્રેરી દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિઓ યોજવામાં આવે છે. તાજેતરમાં જે. એન. પીટીટ લાયબ્રેરી પરિવાર તથા અખિલ હિંદ મહિલા પરિષદ અંકલેશ્વર શાખાના સંયુકત ઉપક્રમે જળ સંરક્ષણ દિનના અવસરે ઓન લાઇન ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જુદી-જુદી વય ગૃપના ગુજરાત તથા મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી ૯૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દરેક ગૃપમાં ખૂબ સરસ કૃતિઓ આવી હોવાથી તેના વિજેતા નક્કી કરવામાં ખૂબજ કપરી કસોટી થઈ હતી. ભારે ચર્ચા વિચારણાના અંતે પ્રથમ ગૃપમાં અંકલેશ્વરના વિધિ મેવાડાવાળા અને બેંગ્લોરના આખ્યાન શાહને વિજેતા જાહેર કરાયાં છે. તેવી જ રીતે દ્રિતિય ગૃપમાં અંકલેશ્વરના સંકેત ટેલર અને તપસ્વીની યાજ્ઞિક વિજેતા બન્યાં છે. તૃતીય ગૃપમાં મોરબીના નિપા ભિંડોરા અને અંકલેશ્વરના રાજુલ બ્રહમભટ્ટને વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. તમામ વિજેતાઓને તેમની કેટેગરી પ્રમાણે ઇનામની રકમ એનાયત કરવામાં આવશે. લાયબ્રેરીના સંચાલકો તથા ટ્રસ્ટીઓએ તમામ સ્પર્ધકોનો આભાર માની વિજેતાઓને અભિનંદન આપ્યાં છે.

publive-image

Latest Stories