/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/29222135/VDR_CORONA.jpg)
ભાવનગર જિલ્લામા આજ રોજ ૩૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા. જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૩૧૦ પર પહોંચી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૫ પુરૂષ અને ૮ સ્ત્રી મળી કુલ ૨૩ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના કરદેજ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના નાના ખુટવડા ગામ ખાતે ૩, મહુવા તાલુકાના જાંબુડા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના ભાદરા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૧, સિહોરના વાવ ખાતે ૩ તથા ઉમરાળાના ઝાંઝમેર ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવ્યા છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૮ અને તાલુકાઓના ૨૭ એમ કુલ ૬૫ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભાવનગર જિલ્લામા નોંધાયેલા ૧,૩૧૦ કેસ પૈકી હાલ ૩૮૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૮૯૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૨૫ દર્દીઓનુ અવસાન થયેલ છે.