અયોધ્યાઃ જાણો કેવું હશે ભવ્ય રામ મંદિર અને કેવી ચાલી રહી છે શિલાન્યાસની તૈયારીઓ

New Update
અયોધ્યાઃ જાણો કેવું હશે ભવ્ય રામ મંદિર અને કેવી ચાલી રહી છે શિલાન્યાસની તૈયારીઓ

અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ભક્તોનો ઉત્સાહ વધી રહ્યો છે. હાલ અયોધ્યામાં દિવાળી જેવો માહોલ છે અને ભગવા રંગથી શહેરને રંગવામાં આવી રહ્યુ છે. એવામાં પ્રસાદ માટે ચોખ્ખા ઘીની મગસની લાડુડીઓ બનાવવાનું કામ પણ યુદ્ધના ધોરણે આરંભાઈ ગયું છે. કુલ 1.11 લાખ લાડુ બનાવવામાં આવશે.

આ પરંપરાગત પ્રસાદનો સ્વાદ અદ્દલ સ્વામિનારાયણની લાડુડીઓ જેવા રાખવામાં આવ્યો છે. કેમ કે, આ પ્રસાદ યુપી બાજુ બેસન કે લડ્ડુના નામથી પ્રખ્યાત છે.

અયોધ્યામાં રામ મંદિરનો ભૂમિપૂજન કાર્યક્રમ 5મા ઓગસ્ટે થશે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી સહિત 200 જેટલા મહેમાનો ભાગ લેશે. મહેમાનોની સૂચિ પીએમઓને મોકલવામાં આવી હતી. પીએમઓને સૂચિ મોકલ્યા પછી લોકોને આમંત્રણ અપાયું છે.
ગુજરાતના 912 પવિત્ર તીર્થની માટી અને જળ અયોધ્યા મોકલાશે

મંદિરના નિર્માણમાં માટે અગાઉની 128 ફૂટની ઉંચાઈ હતી જે વધારીને 161 ફૂટની કરાઈ છે. રામ મંદિર હવે બે નહી પરંતુ ત્રણ માળનું બનશે. રામ મંદિરની ઉંચાઈ 161 ફુટ અને પહોળાઈ 140 ફૂટની રહેશે. મંદિરનો મૂળ દેખાવ મોટાભાગનો એજ રહેશે. બે બાજુમાં અને એક આગળના ભાગે એમ કુલ 5 ગુંબજ રહેશે. રામ મંદિરની સૌથી પહેલી ડિઝાઈન 1985માં બનાવવામાં આવી હતી.

ભવ્ય રામ મંદિર કેવું હશે?

  • રામ મંદિરની સૌથી પહેલી ડિઝાઈન 1985માં બનાવવામાં આવી હતી
  • એ વખતે મંદિરમાં આવનારા ભક્તોના અંદાઝા પરથી ડિઝાઈન તૈયાર થઈ હતી
  • 1985 પછી 35 વર્ષ વીતી ચૂક્યા છે અને ભક્તોનો એસ્ટીમેટ પણ વધ્યો છે
  • નવા સમયને વિચારીને મંદિરને વધારે પહોળું કરવાનું નક્કી કરાયું છે
  • રામ મંદિર હવે બે નહી પરંતુ ત્રણ માળનું બનવાનું છે
  • રામ મંદિરની ઉંચાઈ 161 ફુટ અને પહોળાઈ 140 ફુટની હશે
  • મંદિરનો મૂળ દેખાવ મોટેભાગે એનો એ જ રહેવાનો છે
  • બે બાજુમાં અને એક આગળના ભાગે એમ કુલ ગુંબચની સંખ્યા 5ની હશે
  • 1985ની ડિઝાઈનમાં રામ મંદિરને 3 ગુંબચ વાળું બનાવવાનું હતું
  • અગાઉની ડિઝાઈનમાં ઉંચાઈ 128 ફુટ હતી જે હવે 161 ફુટની કરાઈ છે
  • ત્રણ માળના રામ મંદિરમાં 318 સ્થંભ હશે જેના પર મંદિરનો મૂળ ભાગ હશે
  • રામ મંદિરના ત્રણ માળમાં દરેક માળ પર 106 સ્તંભ હશે
  • રામ મંદિર જમીનથી 17 ફુટની ઉંચાઈ પર હશે
  • રામ મંદિરના બીજા માળે રામ દરબાર હશે
  • 69 એકર જમીન પર 5 ગુંબચો વાળું મંદિર દુનિયામાં ક્યાંય નથી
  • શ્રધ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે ડિઝાઈનમાં બદલાવ કરાયો છે
Latest Stories