બનાસકાંઠા : કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 4 યુવકોનું ઘટના સ્થળે મોત, અન્ય 2 લોકો સારવાર હેઠળ

New Update
બનાસકાંઠા : કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 4 યુવકોનું ઘટના સ્થળે મોત, અન્ય 2 લોકો સારવાર હેઠળ

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ખારા પાટિયા નજીક કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર 2 લોકોને ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના ભાભર તાલુકાના ખારા પાટિયા નજીક મધરાત્રે સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર 3 લોકોનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે કાર ચાલકનું પણ અકસ્માતમાં મોત થતાં ઘટનામાં કુલ 4 લોકોનું મોત નીપજ્યું હતું. ઉપરાંત કારમાં સવાર અન્ય 2 લોકોને પણ ઇજા પહોચી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી, ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાભર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે અકસ્માતે મૃત્યુ પામેલ ખારા ગામના રહેવાસી 32 વર્ષીય અમરત ચૌધરી, 28 વર્ષીય વિનોદ ચૌધરી, 35 વર્ષીય પ્રતાપ ચૌધરી અને ડીસાના આખોલ ગામના રહેવાસી સ્વિફ્ટ કાર ચાલક 28 વર્ષીય લાડુભા પ્રતાપસિંહ પરમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ ગામના 3 યુવકો મોતને ભેટતાં ગામમાં માતમ છવાયો છે.

Latest Stories