Connect Gujarat
Featured

બનાસકાંઠા : ઝેરડા ગામમાં પાણી માટે ઝઝુમતાં લોકો, સિંચાઇની સાથે પીવાના પાણીના વલખાં

બનાસકાંઠા : ઝેરડા ગામમાં પાણી માટે ઝઝુમતાં લોકો, સિંચાઇની સાથે પીવાના પાણીના વલખાં
X

રાજય સરકાર ભલે કહેતી હોય કે ટેન્કરરાજ સમાપ્ત થઇ ગયું છે પણ બનાસકાંઠાના ડીસા પાસે આવેલાં ઝેરડાના લોકો આજે પણ મીઠા પાણી માટે ટેન્કર પર નિર્ભર છે. રણની નજીક આવેલું ગામ હોવાથી અહીંના ભુર્ગભ જળ પણ ખારા બની ગયાં છે.

બનાસકાંઠા જિલ્લાના ઝેરડા ગામના ખેડૂતો પાસે અનેક વિંઘા જમીનો છે અને તેમાં તેઓ ખેતી કરે છે. ખેતરોમાં સિંચાઇના પાણી માટે બોર બનાવવામાં આવ્યાં છે છતાં તેમને સિંચાઇ તેમજ પીવાના પાણીની સમસ્યા છે. પીવા માટે મીઠુ પાણી મેળવવા ટેન્કરથી પાણી મંગાવવાની ફરજ પડી રહી છે. તેનું કારણ છે બોરમાં હવે મીઠું નહિ પણ ખારું પાણી આવે છે. 800 થી 1,000 ફૂટ ઊંડા બોર બનાવ્યા હોવા છતાં ખારૂ પાણી આવી રહયું છે.પાણી ખારું આવતા પીવા માટે પણ બહારથી ટેન્કર મંગાવીને પાણી પીવું પડે છે તો પછી સિંચાઈ ની તો વાત જ શી કરવી... દર વર્ષે આ વિસ્તારમાં પાણીમાં તળ ઊંડા જઈ રહી છે જેના કારણે છેલ્લા ચાર-પાંચ વર્ષની અંદર હજારો હેક્ટર જમીનમાં ખેતીનો પાક પણ નિષ્ફળ જઇ રહ્યો છે અને ખેતી પાક નિષ્ફળ જતા ખેડૂતોને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ......

બનાસકાંઠા જિલ્લાનો રણ વિસ્તાર પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે.10 વર્ષ પહેલા અહીંના લોકો પોતાના જ ખેતરમાં બનાવેલા બોરમાંથી મીઠું પાણી પીતા હતા પરંતુ માત્ર 10 થી 12 વર્ષની અંદર અહીં મોટા ભાગના બોરમાંથી હવે ખારું પાણી આવવા લાગ્યું છે.આ વિસ્તારની વાત કરીએ તો અંદાજે 30 થી 40 જેટલા ગામોમાં આની અરસ જોવા મળી રહી છે. મીઠા પાણીની આશાએ આ વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરમાં અનેક વખત બોર બનાવવાનો ખર્ચ કરી ચૂક્યા છે અને લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ મીઠું પાણી મૃગજળ સમાન બની બની ગયું છે.

Next Story