/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/25161115/maxresdefault-352.jpg)
સરકારની નળ સે જળ યોજનાની મોટી મોટી વાતો વચ્ચે હજુયે ઘણાં એવા ગામ છે જે પીવાના પાણી માટે વલખાં મારવા મજબૂર છે. આવુજ એક ગામ બનાસકાંઠા જિલ્લાના છેવાડાનું ગામ છે જ્યાં પાણીની બુંદ બુંદ માટે ગ્રામજનો તરસી રહ્યા છે.
આ ગામ છે વાવ તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલું છેવાડાનું કુંડળિયા ગામ. જ્યાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતી છે. ગામમાં પીવાનું પાણી ન આવતા ગામની મહિલાઓને પાણી ભરવા માટે પાંચ કિલોમીટરનું અંતર કાપવું પડે છે. પાણી ન આવતાં ગામલોકો સાથે પશુ પંખીઓ પણ પાણી વિના તરસ્યા છે. પાણી માટે બનાવેલા હવાડા પણ ખાલીખમ ભાસી રહ્યા છે કુંડળીયા ગ્રામજનો જણાવી રહ્યા છે. પાણી પુરવઠાની લાઇન તો છે પરંતુ તે પણ શોભના ગાંઠિયા સમાન જ છે.બનાસકાંઠાના સરહદે રણને અડીને આવેલા વિસ્તારનું ગામ હોવાથી આજુબાજુમાં પણ ક્યાંય નજીકમાં પીવાનું પાણી મળતુ નથી જમીનના તળ પણ ખારાં બન્યા છે ગામલોકોનું કહેવું છે કે એકતરફ ડીઝલ અને પેટ્રોલની પણ મોંઘવારી છે પ્રાઇવેટ વાહન લઈને પાણી દૂર ભરવા જઈએ તો પોસાતું નથી દૂર થી પાણી લઈ આવીએ તો પાંચ લીટર પાણી બસો રૂપિયા જેટલું મોંધુ પડી રહ્યું છે જેથી કાયમી પીવાના પાણી સમસ્યાનો ઉકેલ આવે એવી ગ્રામજનોની રજુઆત છે.કુંડળીયા મહિલા સરપંચે પીવાના પાણીના મુદ્દે જિલ્લા કલેટકટર અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયરૂપાણી સુધી લેખિત રજુઆત કરી છે. છતાં પાણીનો પ્રશ્ન તો વર્ષોથી અધ્ધરતાલ જ છે. પાણી વિના ટળવતાં લોકોને પાણી મળી રહે તે માટે સ્થાનિક નેતાગીરી પણ નબળી સાબિત થઈ છે. ત્યારે વાવના સરહદી વિસ્તારના કુંડળીયા અને બરડવી ગામને પાણી પુરવઠાની લાઇન દ્વારા રેગ્યુલર પાણી મળી રહે એવી ઉગ્ર માગ ગ્રામજનો કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કઈ છેવાડા વિસ્તારમાં ગામોમાં ઘર ઘર સુધી પાણી પોહચાડયું હોવાના બણગાં ફૂંકી ગુજરાત મોડલની વાતો કરે છે જ્યારે જમીની હકીકત કૈક અલગ છે. ત્યારે બનાસકાંઠાના કુંડળિયા ગામના તરસ્યા લોકોની વેદના સરકારના. કાને ક્યારે અથડાય છે અને ક્યારે તેમની તરસ છીપાવે છે તે તો સમય જ બતાવશે.