બનાસકાંઠા : જાસનવાડાનવા ગામે પ્રાથમિક શાળાને નિશાન બનાવતા તસ્કરો, આચાર્યએ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

New Update
બનાસકાંઠા : જાસનવાડાનવા ગામે પ્રાથમિક શાળાને નિશાન બનાવતા તસ્કરો, આચાર્યએ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના જાસનવાડાનવા ગામે તસ્કરોએ પ્રાથમિક શાળાને નિશાન બનાવી હતી. જેમાં 59 હજારથી વધુના મુદ્દામાલની ચોરી થતાં શાળાના આચાર્યએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

publive-image

મળતી માહિતી અનુસાર, જાસનવાડાનવા ગામે તસ્કરોએ પ્રાથમિક શાળાની ઓફિસનું તથા કોમ્પ્યુટર રૂમનું તાળું તોડી રૂપિયા 59 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેમાં તસ્કરોએ શાળાના ઓરડામાં રહેલ LCD ટીવી, રીસીવર, એમ્પ્લીફાયર, પ્રોજેક્ટર, સાઉન્ડ સિસ્ટમની ચોરી કરી હતી. ઉપરાંત શાળાની ઓફિસ રૂમમાં લગાવેલ CCTV કેમેરા પણ તોડી નાખ્યા હતા. સમગ્ર મામલે જાસનવાડાનવા પ્રાથમીક શાળાના આચાર્ય અમૃત પરમારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Latest Stories