ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રવિવારે આયોજિત પાંચમી અને છેલ્લી T20 મેચ રદ્દ કરવામાં આવી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન કેશવ મહારાજે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચનો કટ-ઓફ સમય 10 વાગ્યા અને 2 મિનિટનો હતો, પરંતુ ત્યાં સુધી વરસાદ રોકાયો ન હતો અને મેચ રદ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાનો સ્કોર 3.3 ઓવરમાં 28/2 રહ્યો હતો. ભારત તરફથી રિષભ પંત અને શ્રેયસ અય્યર અણનમ રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે ભારત આ સિરીઝના પાંચેય ટોસ હારી ગયું છે. તો બીજી બાજુ દ.આફ્રિકાના કેપ્ટન તેમ્બા બઉમા ઈન્જરીના કારણે આ મેચમાં રમી રહ્યો નથી, તેના સ્થાને ટીમે કેશવ મહારાજને કેપ્ટનશિપ સોંપી દીધી છે. ઉલ્લેખનીય છે કે આજે ટીમ ઈન્ડિયા પાસે ઈતિહાસ રચવાની તક હતી. આજ સુધી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને દેશમાં T20 શ્રેણીમાં હરાવી શકી નથી.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170