આઇપીએલ 2026 ની 66મી મેચ આજે (21 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 229/4 રન બનાવ્યા હતા. રનચેંન્જ કરવા ઉતરેલી ચેન્નાઇની ટીમ 13.4 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ગુજરાત ટાઇટન્સ 89 રનથી મોટી જીત હાસલ કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલમાંથી બહાર થઇ ગયુ છે. 

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની 66મી મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ચેન્નાઈના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 229/4 રન બનાવ્યા હતા. ચેન્નાઇની ટીમને જીત માટે 230 રનનું લક્ષ્ય આપ્યું હતું. રનચેંન્જ કરવા ઉતરેલી ચેન્નાઇની ટીમ 13.4 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ગુજરાત ટાઇટન્સ 89 રનથી મોટી જીત હાસલ કરી હતી.

રન ચેન્જ કરવા મેદાનમાં ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સને ઇનિંગ્સના પહેલા બોલ પર જ ઝટકો લાગ્યો હતો. મોહમ્મદ સિરાજે સંજુ સેમસનને આઉટ કર્યો. બોલ સેમસનના બેટની ધારથી વાગીને વિકેટકીપર જોસ બટલરના હાથમાં ગયો હતો.

મોહમ્મદ સિરાજે તેની બીજી ઓવરમાં બે વિકેટ લીધી. તેના પહેલા બોલ પર છગ્ગો આવ્યા પછી બીજા બોલ પર રુતુરાજ ગાયકવાડને આઉટ કર્યો. તેણે 7 બોલમાં 16 રન બનાવ્યા હતા. બે બોલ પછી ઉર્વિલ પટેલ આઉટ થયો હતો. ત્રણ ઓવર પછી સીએસકેનો સ્કોર ત્રણ વિકેટે 31 રન હતો. જો કે સીએસકેની આખી ટીમ 13.4 ઓવરમાં 140 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી શિવમ દુબે વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો હતો. આનાથી સીએસકેને 10મી ઓવરમાં 100 રનનો આંકડો પાર કરવામાં મદદ મળી. જોકે 11મી ઓવરમાં રાશિદ ખાન દ્વારા તેને આઉટ કરવામાં આવ્યો હતો. દુબેએ 17 બોલમાં 47 રન બનાવ્યા હતા.