ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મંગળવારે (26 મે) અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી ભારત પ્રવાસ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ પ્રવાસમાં અફઘાનિસ્તાન ભારત સામે એકમાત્ર ટેસ્ટ મેચ અને 3 મેચની વનડે સિરીઝ રમવા જઈ રહ્યું છે. આ સિરીઝ 6 જૂનથી શરૂ થઈને 20 જૂન સુધી ચાલશે, જેમાં પહેલા ટેસ્ટ અને ત્યારબાદ વનડે સિરીઝ રમાશે. પરંતુ, આ ટીમ સિલેક્શનમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન ભારત સામેની આ ઐતિહાસિક ટેસ્ટ મેચમાં રમતો જોવા નહીં મળે.

રાશિદ ખાન ભલે ટેસ્ટ ટીમમાંથી ગાયબ હોય, પરંતુ તે 15 સભ્યોની વનડે ટીમનો મહત્વનો હિસ્સો છે. અફઘાનિસ્તાન બોર્ડે આ બંને સિરીઝ માટે હશમતુલ્લાહ શાહિદી પર ભરોસો મૂકીને તેને કેપ્ટનશિપ સોંપી છે. બંને ફોર્મેટ માટે 3-3 રિઝર્વ ખેલાડીઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ઘણા એવા ખેલાડીઓ છે જેમને ટેસ્ટ અને વનડે એમ બંને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અબ્દુલ મલિક, સેદીકુલ્લાહ અટલ, રહેમત શાહ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, રહેમાનુલ્લાહ ઝદરાન, અફસર ઝાઝાઈ (વિકેટકીપર), ઇકરામ અલીખિલ (વિકેટકીપર), અઝમતુલ્લાહ ઉમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નંગ્યાલ ખારોતી, કૈસ અહમદ, બિલાલ સામી, ઝિયા શરીફી અને સલીમ સફી.
રિઝર્વ ખેલાડીઓ: બશીર અહમદ, બહીર શાહ, ઇસ્મત આલમ.