/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/29154608/maxresdefault-386.jpg)
ભરૂચ જિલ્લામાં કોરોનાકાળમાં મૃત્યુ પામેલાં 6 વકીલોને શ્રધ્ધાજલિ આપવાનો કાર્યક્રમ બાર એસોસીએશનના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. શ્રધ્ધાંજલિના કાર્યક્રમ દરમિયાન વકીલોએ તેમના પર થતાં હુમલાઓને સખત શબ્દોમાં વખોડી નાંખી કડક કાયદો બનાવવામાં આવે તેવી માંગણી પણ કરી હતી.
ચાલુ વર્ષે દેશ તથા વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે લાખો લોકો પોતાના જીવ ગુમાવી ચુકયાં છે. ભરૂચમાં પણ છ જેટલા વકીલોના કોરોનાના કારણે નિધન થયું છે. જીવ ગુમાવનારા વકીલોને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ બાર એસોસીએશનના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. બીજી તરફ ભરૂચના આધેડ વકીલ જશુભાઇ જાદવનું યુવાનોના હુમલામાં થયેલાં મોતની ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી. વકીલો ઉપર થતાં હુમલાના બનાવો રોકવા માટે સરકાર કડક કાયદો બનાવે તેવી માંગ્ કરવામાં આવી છે.