ભરૂચ : “108” ઈમરજન્સી સેવાના મોબાઇલની જ થઈ ગઈ ચોરી, પોલીસ ફરિયાદ નોંધાઇ

New Update
ભરૂચ : “108” ઈમરજન્સી સેવાના મોબાઇલની જ થઈ ગઈ ચોરી, પોલીસ ફરિયાદ નોંધાઇ

ભરૂચ જિલ્લા 108 ઈમરજન્સી સેવામાં કાર્યરત એમ્બ્યુલન્સના કર્મચારીઓના 5 જેટલા મોબાઈલની ચોરી થતાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

મળતી માહિતી અનુસાર, ગત રોજ રાત્રિના સમયે ભરૂચ શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે સ્થિત ઝાડેશ્વર લોકેશન પર કાર્યરત 108 ઈમરજન્સી સેવાની એમ્બ્યુલન્સના કર્મચારીઓએ પોતાના મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યા હતા. તે દરમ્યાન કોઈક અજાણ્યો તસ્કર ઇસમ આવી ચાર્જિંગમાં મૂકેલા મોબાઇલની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. જેમાં 3 મોબાઈલ 108 ઈમરજન્સી સેવાના હતા, જ્યારે 2 મોબાઈલ ખાનગી હોવાનું જાણવા મળ્યું છે. જોકે કર્મચારીઓના એક સાથે 5 જેટલા મોબાઈલની ચોરી થતાં સમગ્ર મામલે 108 ઈમરજન્સી સેવાના સુપરવાઈઝરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ આરંભી છે.

Latest Stories