ભરૂચ K J ચોકસી પબ્લીક લાઇબ્રેરી ખાતે યોજાયો ગીત, સંગીત અને કવિતાનો સુભગ સમન્વય!

New Update
ભરૂચ K J ચોકસી પબ્લીક લાઇબ્રેરી ખાતે યોજાયો ગીત, સંગીત અને કવિતાનો સુભગ સમન્વય!

મીટ ઇન્ડિયા ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે કાવ્ય–સંગીતની ‘મેઘધનુષી મહેફિલ’ નું આયોજન કરવામાં આવ્યું

કે.જે.ચોકસી પબ્લિક લાયબ્રેરી, સાહિત્ય સરિતા મુંબઈ, પરિવર્તન પુસ્તકાલય, કાંદિવલી અને મહેફિલ મીટ ઇન્ડિયા ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે કાવ્ય – સંગીતની ‘મેઘધનુષી મહેફિલ’ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદરણીય સાહિત્યપ્રેમી સ્વજનનો ઉપસ્થિત રહ્યા હતા.

મુંબઈથી પધારેલ કવિ જતીન બારોટ, હિતેન આનંદપરા ઉપસ્થિત રહ્યા હતા.ગીત સંગીત અને કવિતાના અનોખા સમન્વયના કારણે સમસ્ત વાતાવરણમાં પ્રસન્નતા છવાઈ ગઈ હતી. ભરૂચમાં આવો પહેલો જ પ્રયાસ હતો અને એમાં જબરદસ્ત સફળતા મળી એ જ સાબિત કરે છે. ભરૂચનાં સાહિત્યપ્રેમીઓ ગુજરાતી ભાષાને ટકાવી રાખવા અને વધુ સમૃદ્ધ કરવા સતત જાગૃત છે અને પ્રયત્નશીલ છે. ૧૫૦ થી પણ વધુ સાહિત્ય રસિકોએ આ કાર્યક્રમને ભરપૂર રીતે માણ્યો હતો.

કે.જે.ચોક્સી પબ્લિક લાયબ્રેરી હમેશા ભરૂચમાં સાહિત્યિક પ્રવૃત્તિને ઉજાગર કરવામાં તત્પર રહે છે અને એના ભાગ રૂપે પ્રસ્તુત ગીત સંગીત અને સાહિત્યની મહેફિલનો આ પહેલો પ્રયાસ હતો જે સફળ રહ્યો હતો અને સંગીત –સાહિત્યના રસિકોએ એને વધાવી લીધો હતો.

આવા કાર્યક્રમો આયોજન કરવાનો એક માત્ર ઉદ્દેશ્ય ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિઓને વધુ સમૃધ્ધ બનાવવી અને એને લોકમાનસમાંથી લુપ્ત થતા અટકાવી ફરી ઉજાગર કરવાનો છે. આવા ઉમદા ઉદેશ્યને સાકાર કરવા ભરૂચ અને મુંબઈના કલાકારો,કવિઓએ જે પ્રયાસ કર્યો છે જે વંદનીય છે.

આ સૌનો એક જ ઉદ્દેશ્ય છે કે આવું ઉત્તમ ગુજરાતી સાહિત્ય અને સંગીત સૌના હ્રદયમાં વસેલું રહે અને એની આભા ઓસરી ન જાય એથી જ એને ટકાવી રાખવાની જવાબદારી નિભાવવી જ રહી. આપ સૌના પીઠબળને કારણે આ નાનકડી શરૂઆત સંભવી છે.

Latest Stories