/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/27135035/maxresdefault-217.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારીનું કૌભાંડ ઝડપી પડ્યું છે. એક તબીબ સહીત ૩ લોકો સામે ગુનો નોંધાયો છે. કારમાં ઇન્જેક્શન વેચવા ફરતા બે શકશો ઝડપતા ભાંડો ફૂટ્યો હતો, જ્યારે તબીબ ફરાર છે.
એકતરફ લોકો રેમડેસીવીર ઈનકેશન માટે વલખા મારે છે અને સરકાર સસ્તા ભાવે ઇન્જેક્શન દર્દીઓ સુધી પહોંચી રહે તે માટે પ્રયાસ કરી રહી છે તે દરમ્યાન આફતમાં અવસર શોધતા ત્રણ લોકો સામે ભરૂચ પોલીસે લાલ આંખ કરી છે. ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેકટર અનિલ ચૌહાણ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન તેમને એક કારમાં કેટલાક લોકો રેમડેસીવીર વેચવા ફરતા હોવાની માહિતી મળી હતી. ત્યારે તુરંત ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવી i10 કારમાં રાઘવેન્દ્રસિંગ અને ઋષાંક નામના બે શકશો તેમની પાસે પહોંચ્યા હતા.
આ શખ્સોની અટકાયત કરી કરતાં તેમની પાસેથી રેમડેસીવીરના 9 ઇન્જેક્શન મળી આવ્યા હતા. આરોપીઓની પૂછપરછ બાદ આ બંને સાથે ડો. સિદ્ધાર્થ મહીડાની પણ સંડોવણી બહાર આવી હતી અને ફરાર તબીબને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે બનાવ સંદર્ભે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે આ ટોળકીએ ઇન્જકેશન ક્યાંથી અને કેવીરીતે મેળવાયા તેની તપાસ હાથ ધરી છે.