ભરૂચ: હાંસોટના સુણેવ ગામ નજીક ટ્રકની અફેફેટે 3 લોકોના મોત

New Update
ભરૂચ: હાંસોટના સુણેવ ગામ નજીક ટ્રકની અફેફેટે 3 લોકોના મોત

હાંસોટ-વડોલી વાંક રોડ ઉપર આવેલ સુણેવ ગામ નજીક બાઇક બે યુવાનો અને રાહદારી મહિલાને ટ્રક ચાલકે અડફેટે લેતા ત્રણેયના મોત નિપજ્યાં હતા

હાંસોટ તાલુકાનાં અણીયાદરા ગામના આદિવાસી ફળિયામાં રહેતા 32 વર્ષીય અલ્પેશ ગંભીરભાઇ વસાવા અને સૂકાભાઈ સોમાભાઇ વસાવા હાંસોટ-વડોલી વાંક રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સુણેવ ગામ નજીક ટ્રક નંબર-જી.જે.06.એ.એક્ષ.8447ના ચાલકે બાઇક ચાલકો બાદ રાહદારી મહિલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા જયારે મહિલાનું હાંસોટ ખાતે ટૂંકી સારવાર બાદ મોત નીપજયું હતું અકસ્માત અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Latest Stories