ભરૂચ : જિલ્લાની ચાર નગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણી, જુઓ કોને મળ્યું પ્રમુખપદ

New Update
ભરૂચ : જિલ્લાની ચાર નગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણી, જુઓ કોને મળ્યું પ્રમુખપદ

ભરૂચ જિલ્લાની ચારેય નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયાં બાદ બુધવારના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાની ચારેય નગરપાલિકાઓમાં ભાજપે પુર્ણ બહુમતી મેળવી હતી અને ખાસ કરીને આમોદ નગરપાલિકા કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. બુધવારના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે વિનય વસાવા, ઉપ પ્રમુખ તરીકે કલ્પના મેરાઇ, શાસકપક્ષના નેતા તરીકે સુધીર ગુપ્તા, કારોબારી ચેરમેન તરીકે સંદિપ પટેલ અને દંડક તરીકે ચૈતન્ય ગોળવાળાની વરણી કરવામાં આવી છે.

ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ તરીકે અમિત ચાવડા, ઉપપ્રમુખ તરીકે નીના યાદવ, કારોબારી સમિતિના ચેરમેન તરીકે નરેશ સુથારવાળા, દંડક તરીકે ભાવિન પટેલ અને શાસકપક્ષના નેતા તરીકે રાજશેખર દેશન્નવરની નિયુકતિ કરવામાં આવી છે.

જંબુસર નગર પાલિકામાં પ્રમુખ તરીકે ભાવનાબેન રામી, ઉપ-પ્રમુખ તરીકે ધર્મેશ પટેલ, કારોબારી ચેરમેન તરીકે શૈલેષ પટેલ, પક્ષના નેતા તરીકે નામદેવ મહિપતરાવ શેરે અને દંડક તરીકે ઝવેરબેન રબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જંબુસર નગરપાલિકામાં ચુંટાયેલા છ અપક્ષ લઘુમતી નગર સેવકોએ પણ ભાજપને ટેકો આપ્યો હતો.

આમોદ નગરપાલિકામાં મહેશ પટેલને પ્રમુખ અને ઉષાબેન પટેલ ઉપપ્રમુખ તરીકે વિજેતા બન્યાં હતાં. ભાજપના ઉમેદવારો સામે અપક્ષ પેનલમાંથી પ઼મુખપદ માટે મહેન્દ્ર દેસાઇ અને ઉપપ઼મુખ માટે ઉમેશ પંડયાએ ઉમેદવારી કરી હતી જેમાં ભાજપના બંને ઉમેદવારોને ૧૪ મત અને અપક્ષના ઉમેદવારોને 10 મત મળ્યાં હતાં. આમ ભાજપના બંને ઉમેદવારોનો ચાર મતથી વિજય થયો હતો.

Latest Stories