/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/18161637/maxresdefault-236.jpg)
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતાં 40 સફાઈ કામદારો પગાર સહિતના પડતર પ્રશ્ને છેલ્લા છ દિવસથી હડતાળ પર છે ત્યારે હજુ સુધી તેઓના પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યું.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતાં 40 સફાઈ કામદારો પગાર ,પીએફના નાણાં જેવી વિવિધ માંગણીઓ સાથે 6 દિવસથી હડતાળ પર બેઠા ચ્હે અને માંગ સંતોષવા લડત ચલાવી રહ્યા છે. આ અંગે કામદારોએ કોન્ટ્રાકટરો સામે આક્ષેપો કર્યા હતા કે બિલ ચૂકવી દીધા હોવા છતાં કર્મચારીઓને પગાર અને પીએફ ના નાણાં આપવામાં આવતા નથી જેથી કારમી મોંઘવારીમાં તેઓએ જીવન નિર્વાહ કરવું મુશ્કેલ થઈ પડ્યું છે આજરોજ સહકારી આગેવાન સંદીપ માંગરોળાએ સફાઈ કામદારોની મુલાકાત લઈ તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા તો બીજી તરફ સિવિલ સત્તાધીશોએ કામદારોના પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.