-
ભરૂચના વાલિયામાં ચકચારી બનાવ
-
એક ગામમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ
-
પોલીસને મળી સફળતા
-
ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડ્યો
-
પોલીસે 500 શકમંદોની કરી પૂછપરછ
ભરૂચના વાલિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવાના ચકચારી મામલા પોલીસે ગણતરીના સમયમાં નરાધમ આરોપીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના વાલિયા તાલુકાના એક ગામમાં રહેતી 5 વર્ષીય બાળકીને આજાણ્યો ઈસમ ચોકલેટ અને પડીકા આપવાની લાલચ આપી અપહરણ કરી ગામની સીમમાં લઈ જઈ બાળકી સાથે શારીરિક અડપલાં કરી બળાત્કાર કર્યો હતો.બનાવ અંગે વાલિયા પોલીસે અપહરણ અને પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીનો સ્ક્રેચ તૈયાર કર્યો હતો. લોકલ પોલીસ,એલસીબી અને એસ.ઓ.જીની 6થી 7 ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સની મદદ વડે સુરતના માંડવી તાલુકાના વાગનેરા ગામમાં રહેતો 51 વર્ષીય રાજુ શાંતિલાલ ગામીતને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.આરોપી એક લગ્ન પ્રસંગમાં હાજર હતો એ દરમ્યાન જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે.પોલીસે આ મામલામાં 500થી વધુ શકમંદોની પૂછતાછ શરૂ કરી છે
