ભરૂચઃ સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સેવા સમાજનો ૧૪મો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ

New Update
ભરૂચઃ સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સેવા સમાજનો ૧૪મો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ

નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ધોરણ ૧ થી ૧૨ સુધીના તેજસ્વી વિધાર્થીઓને સન્માાનિત કરવામાં આવ્યા

ભરૂચ ખાતે રહેતા સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સેવા સમાજ ધ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે ૧૪મો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ નીલકંઠ મહાદેવ મંદિર - ઝાડેશ્વર ખાતે યોજાયો હતો. અંદાજે બારસો જેટલા સમાજના સભ્યોયની હાજરીમાં ધોરણ ૧ થી ૧૨ સુધીના તેજસ્વી વિધાર્થીઓને મોમેન્ટોસ આપી મહાનુભાવોના હસ્તે સન્માાનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના બાળકો ધ્વારા સાંસ્કૃષતિક કાર્યક્રમો રજૂ થયા હતા. તેઓને પણ સન્માનિત કરાયા હતા. આ તબક્કે મુખ્ય મહેમાન જયેશ પટેલે સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સેવા સમાજ ધ્વારા થઇ રહેલા સેવાકીય કાર્યોને બિરદાવતા વિધાર્થીઓ વધુને વધુ શૈક્ષણિક કારર્કિદી પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઇ કાછડીયાએ સમાજ કેળવણી, કલ્યાણ, કર્મ અને કરૂણા ક્ષેત્રે અવિરત આગળ વધતો રહે તેવી અપેક્ષા સેવી હતી. તેમણે સમાજની દિકરી - દિકરાઓ શિક્ષણક્ષેત્રે વધુને વધુ આગળ વધે અને જીવનમાં ઉન્નતિના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વધુમાં કન્યાને કલમદાન, કલાદાન અને ત્યારબાદ કન્યાદાન થાય એ આજના સમયની માંગ છે.

સંસ્થાાના ઉપપ્રમુખ દિનેશભાઇ ઠુમ્મરે સમાજના અદના વ્યકિતથી લઇ કદના વ્યકિત સુધી આદરભાવ પ્રગટે, દરેકમાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના પ્રગટે તેવી ઉમદા લાગણી વ્યકત કરી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ખેડૂત આગેવાન જયેશ પટેલ સાથે આરટીઓ ઓફીસના કે.પી.પોકીયા, ડે.કલેકટર વીઠાણી, પી.આઇ. રાખોલીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજના પ્રમુખ પ્રવિણભાઇ કાછડીયા, ઉપપ્રમુખ દિનેશભાઇ ઠુમ્મતર તથા હોદેદારો અને સૌરાષ્ટ્રહ લેઉઆ પટેલ સેવા સમાજના કમિટી સભ્યો, સહિત ભાઇઓ અને બહેનો મોટી સંખ્યારમાં ઉપસ્થિત રહયા હતા.

Latest Stories