ભરૂચ : નેત્રંગ પાસે ભેંસો ભરેલાં ટેમ્પાની લુંટના ગુનામાં સાત આરોપીઓને ઝડપી પાડતી પોલીસ

New Update
ભરૂચ : નેત્રંગ પાસે ભેંસો ભરેલાં ટેમ્પાની લુંટના ગુનામાં સાત આરોપીઓને ઝડપી પાડતી પોલીસ

નેત્રંગના ટીમરોલીયા ગામ નજીકથી ભેંસો ભરેલા ટેમ્પાની લુંટના ગુનાનો ભેદ ઉકેલી નાંખી પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ટેમ્પા સહિત કુલ 12.30 લાખ રૂપિયાનો મુદામાલ કબજે લેવાયો છે.

નેત્રંગ પોલીસ સ્ટેશનમાં લુંટની ફરિયાદ નોંધાય હતી. જેના સંદર્ભમાં એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ હાથ ધરી હતી. નેત્રંગના પી.એસ.આઈ. એન.જી.પાંચાણીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીઓ નેત્રંગ તાલુકાના રૂપધાટ ગામની સીમમાં જંગલ વિસ્તારમાં સંતાયેલા હોવાની બાતમી મળી હતી. જેના આધારે રૂપઘાટથી વાલપોર જવાના રસ્તા પર જંગલ વિસ્તારમાં તપાસ કરતાં ખાડીના કિનારે આયરસ ટેમ્પો પડેલો જોવા મળ્યો હતો.

ટેમ્પોની અંદરથી 15 ભેંસો તથા તથા લૂંટમાં ગયેલ મોબાઈલ સાથે ચાર આરોપીઓને ઝડપી લેવાયાં હતાં. તેમની પુછપરછમાં અન્ય ત્રણ આરોપીના નામ બહાર આવ્યાં હતાં. પોલીસે અન્ય આરોપીઓના ઘરે દરોડાપાડી લુંટમાં વપરાયેલી ઇકો કાર પણ કબજે લીધી છે. આ ગુનાની તપાસ દરમિયાન આઈસર ટેમ્પાના ચાલકે એટલે કે ઉપરોક્ત ગુનાના ફરીયાદીએ કુલ -15 ભેંસો ખીચોખીચ ટેમ્પામાં દોરડા વડે અતિ કુરતાથી બાંધી પીડા થાય તેવી રીતે ભરેલ હોય તેમજ ભેંસોને ખાવા માટે કોઈ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા ન કરી ગુનો કરેલ હોવાનું જણાય આવેલ હોય જેથી તેઓના વિરૂધ્ધમાં પણ પશુ ઘાતકીપણાનો અલાયદો ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

પકડાયેલ આરોપીઓમાં સુરેશ ઉર્ફે દિનેશ ઉર્ફે ભીખો વસાવા રહે- કોયબાર કંપની, જીજ્ઞેશ વસાવા રહેં - પઠાર, રમેશ પટેલ , હાલ રહે - નેત્રંગ , મહેન્દ્ર પટેલ હાલ રહે - નેત્રંગ, બળવંતસિંહ ઉર્ફે અતુલ પરમાર રહે. પઠાર,રમેશ ઉર્ફે કાબ્રો ભરવાડ રહે - નેત્રંગ , સપેશ વસાવા રહે- બલેશ્વરનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 15 ભેંસ, ટેમ્પો,મોબાઈલ તેમજ ગુનામાં વપરાયેલ ઇકો ગાડી મળી કુલ રૂ 12.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે.

Latest Stories