ભરૂચના વાલિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષની બાળકીનું અજાણ્યા ઇસમે ચોકલેટની લાલચ આપી ગામની સીમમાં લઈ જઈ દુષ્કર્મ કરતા ચકચાર મચી જવા પામી છે.

WhatsApp Image 2026-04-14 at 1.34.35 PM

ભરૂચના વાલિયા તાલુકાના એક ગામમાં રહેતી 5 વર્ષીય બાળકીને આજાણ્યો ઈસમ ચોકલેટ અને પડીકા આપવાની લાલચ આપી અપહરણ કરી ગામની સીમમાં લઈ ગયો હતો.અને બાળકી સાથે શારીરિક અડપલાં કરી બળાત્કાર કર્યો હતો.બનાવ અંગેની જાણ બાળકીએ તેની માતાને કરતા માતાએ આ અંગે વાલિયા પોલીસ મથકે જાણ કરી હતી.ઘટનાની ગંભીરતા દાખવી પી.આઈ.આર.ડી.ચૌધરી સહિત સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બાળકીને મેડિકલ ચેકઅપ માટે વાલિયાના સરકારી દવાખાને ખસેડી અપહરણ અને પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.