New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/16165820/WhatsApp-Image-2020-09-16-at-4.12.53-PM.jpeg)
જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે વિવિધ દાખલાઓ માટે બોક્ષ મૂકવામાં આવ્યું
હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ઘણી ઓફિસોમાં કોરોના સંક્રમણને લઇ કર્મચારીઓ કોરોનાનો ભોગ બન્યા છે જેને લઇ જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે ગામડેથી આવક જાતિ વિધવાવાના દાખલાઓ માટે જનતા આવતી હોય છે. આથી સંક્રમણ ન ફેલાય તે હેતુ સહ બોક્ષ મૂકવામાં આવ્યું.
પોળોના સંક્રમણ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે જંબુસર તાલુકા પંચાયત કચેરી ગેટ પાસે એક બોક્ષ પેટી મૂકવામાં આવી છે. અને તેની પર લખાણ છે કે આવક જાતિના દાખલા તથા વિધવા દાખલા માટે અરજી આ બોક્સમાં મુકો અને અરજી રજુ કર્યાના બીજા દિવસે દાખલા મળશે તેમ જણાવ્યું છે, આ સહિત કારોના વાયરસની મહામારીના તકેદારીના ભાગરૂપે ઓફિસને લગતું કામ બહારથી બતાવવાનું રહેશે તેવું બોર્ડ મારવામાં આવેલ છે.
Latest Stories