New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/23114405/fd.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામે ખુનવગા ખાતે કોઇ વન્ય પ્રાણીએ ભેંસના બચ્ચાનો શિકાર કરી ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી અનુશાર માગણાદના ખૂનવગા ખાતે રહેતા કિરીટભાઇ છગનભાઇ ઠાકોર ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગત રાત્રે ઘરની બહાર પોતાના પશુઓને બાંધી મીઠી નિંદર માણી રહ્યા હતા. ત્યારે રાત્રીના અંધકારમાં કોઇ વન્ય પ્રાણી આવી ભેંસના બચ્ચા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ અને ભયનો માહોલ ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હમણાં થોડા સમય પહેલાં જંબુસર તાલુકાના ગામડાઓની સીમમાં વન્યપ્રાણીના પંજાના નિશાન જોવા મળ્યા હતા.
Latest Stories